ACPC Admission Process 2020 | Important Notes

acpc-admission-process-2019
ACPC Degree Engineering Process

અગત્યની બાબતો

એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે હાલમાં ઘણા બધા મિત્રો અનઓફિસિયલ વેબસાઈટો પર મુકાતી જાહેરાત અને મેસેજ માં આવતી બીજી કેટલીક લિંક પર થી પ્રોસેસ અંગેની જાણકારી મેળવી છે. આ પ્રકારશી જાણકારી જુનો હોય શકે છે અને સમયસર અપડેટ થયેલી હોતી નથી તેથી અનઓફિસિયલ વેબસાઈટ પર નિર્ભર રહેવું નહિ ( આ વેબસાઈટો કોઈ કોલેજ ની હોય શકે છે. અથવા કોલેજની એપ હોય શકે છે.)

ACPC Admission Committee ની ઓફિસિયલ વેબસાઈટો નીચે મુજબ છે.

  • દરેક પ્રકારની જાહેરાત
  • સંસ્થાઓ તથા તેના અભ્યાસક્રમ
  • Cutoff marks, Merit List, etc.

  • ACPC Process માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન
  • Engineering કોલેજ માટે Choice Filling
  • Admission Results and etc..
  • ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હોય છે કે કેટલું મેરિટ હશે તો સારી કોલેજમાં એડમિશન મળશે.

ACPC પ્રોસેસથી તમારુ તમારી મનપસંદ કોલેજમાં એડમિશન તમારા મેરિટને આધારે નહિ થાય પણ તમારા ACPC Rank ને આધારે થશે.
ACPC પ્રોસેસ માટે જેટલા વિદ્યાર્થીઓએ કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભર્યા હશે. અને તમે દાખલ કરેલા ગુજરાત બોર્ડના માર્ક અને ગુજકેટના માર્ક આધારે તમારું મેરિટ બનશે અને તે મેરિટને આધારે તમને ACPC Rank મળશે.

એક વાત હંમેશા યાદ રાખો કે તમારુ એડમિશન ACPC Rank ને આધારે થશે.

ગુજરાતની સારામાં સારી કોલેજમાં એડમિશન માટે તમારો ACPC Rank 2000 ની અંદર હોવો જોઈએ. (દર વર્ષે થતા એડમિશન ને આધારે અનુમાન કરેલ છે)

મેરિટ કેવી રીતે બનશે ?

તમારુ મેરિટ ગુજરાત બોર્ડમાં PCM (Physics, Chemistry , Maths) ના મેળવેલા પર્સન્ટાઈલના 60% અને ગુજકેટમાં મેળવેલા પર્સન્ટાઈલના 40% ને આધારે તમારુ ફાઈનલ મેરિટ બનશે. ગુજરાત બોર્ડ તથા બીજા બોર્ડના વિદ્યાર્થી માટે પણ આ લાગુ પડશે.
આ ઉપરાંત તમારો કોઈ પ્રશ્ન હોય તથા પ્રોસેસ વિશે મુંજવણ હોય તથા તમને પ્રોસેસમાં ખબર ના પડે અથવા પ્રોસેસ દરમિયાન તમે અટકો અથવા કોઈપણ બાબતની માહિતી જોઈતી હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો.

તથા ACPC Process ની જાણકારી આપતો અમારો વિડિયો જુઓ તમને બધીજ સામાન્ય જાણકારીની ખબર પડી જશે. નીચેનો વિડિયો.





જ્યારે ACPC ENGINEERING પ્રોસેસ શરુ થાશે ત્યારે વિગતવાર માહિતી અમારી વેબસાઈટ પર આપવામાં આવશે અને અમારા WHATS APP ગ્રુપમાં પણ તમામ માહિતી શેર કરવામાં આવશે તેથી અમારી સાથે જોડાઈ જવું

તથા ધોરણ 12 સાયન્સ A ગ્રુપ પછી શું કરવું તથા કઈ કોલેજ સારી તથા હાલની ટોપ કોલેજ કઈ કઈ છે. તથા કોઈપણ પ્રકારનું કન્ફ્યુશન હોય તો અમને જાણ કરી શકો છો.
કોલેજ લાઇફ જીવનના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે

તમારા સંબંધી મા પણ કોઇ ધોરણ -12 પરીક્ષા આપી હોય તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શેર કરજો
Previous Post Next Post