ઓક્સિડેશન : પદાર્થમાંથી ઈલેક્ટ્રોન દુર થવાની ક્રિયાને ઓક્સિડેશન કહે છે.
રિડક્શન: પદાર્થમાંથી ઈલેક્ટ્રોન ઉમેરવાની ક્રિયાને રિડક્શન કહે છે.
રિડક્શનકર્તા : જે પદાર્થ સરળતાથી ઈલેક્ટ્રોન મુક્ત કરી શકે છે. તે પદાર્થ અન્ય પદાર્થનું રિડક્શન કરી શકે છે. આવા પદાર્થને રિડક્શનકર્તા પદાર્થ કહે છે.
ઓક્સિડેશન કર્તા : જે પદાર્થ સરળતાથી ઈલેક્ટ્રોન સ્વીકારી શકે છે. તે પદાર્થ અન્ય પદાર્થનું ઓક્સિડેશન કરી શકે છે. આવા પદાર્થને ઓક્સિડેશન કર્તા કહે છે.
વિદ્યુતધ્રુવ : કોષના દ્રાવણના ડબાડેલી ધાતુની પટ્ટી અથવા ગ્રેફાઈટ જેવા અધાતુના સળિયા કે જેની સપાટી ઉપર પ્રક્રિયાઓ થાય છે. તેને વિદ્યુતધ્રુવ કહે છે
એનોડ અને કેથોડ : જે વિદ્યુતધ્રુવ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તેને એનોડ કહે છે અને છે વિદ્યુતધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને કેથોડ કહે છે.
પ્રમાણિત કોષ : કોષ-પ્રક્રિયિ સાથે સંકળાયેલા દ્રાવણની સાંદ્રતા 1M હોય , પ્રક્રિયા સાથે કોઈ વાયુ સંકળાયેલ હોય અને તેનું દબાણ 1 વાતાવરણ હોય અને કોષનું તાપમાન 25° c હોય તો તેવા કોષને પ્રમાણિત કોષ કહે છે.
વિદ્યુતરાસાયણિક કોષ : રાસાયણિક પ્રક્રિયા ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રુપાંતર કરી શકે તેવા સાધનને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે.
અર્ધ કોષ : વિદ્યુતધ્રુવ અને જે દ્રાવણમાં તેને ડૂબાડ્યો હોય તે દ્રાવણ સંયુક્ત પણે અર્ધકોષ તરીકે ઓળખાય છે.
વિદ્યુતવિભાજન કોષ : વિદ્યુત ઊર્જાનું રૂપાંતર રાસારણિક ઊર્જામાં કરી શકે તેવા ઉપકરણધે વિદ્યુતવિભાજન કોષ કહે છે.
કોષ પોટેન્શિયલ : વિદ્યુત રાસાયણિક કોષમાંના બે વિદ્યુતધ્રુવોને જોડતાં ઈલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા અન્વયે ઉપજેલા વિદ્યુત દબાણ હેઠળ કેથોડ તરફ બાહ્ય પરીપથમાં વહે છે. આ વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહે છે.