ACPC ADMISSION B.E/B.TECH IN GUJARAT PART-2

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ભાગ-2 મા આપણે ACPC ડિગ્રી એન્જિનિયરીંગ પ્રોસેસમાં કોલેજની પસંદગી અને આપણે મોક રાઉન્ડ વિષે જાણીશું
• જો તમે ACPC ડિગ્રી એન્જિનિયરીંગ પ્રક્રિયાનો પહેલા ભાગ ન જોયો હોય તો પહેલા તે જોય લો , જોવા માટે અહિ ક્લિક કરો

- આકાશ કવૈયા 


● ACPC ડિગ્રી એન્જિનિયરીંગ માટે ની તમામ પ્રોસેસ www.gujacpc.nic.in માં કરવાની રહેશે. અને સમય મર્યાદા માં કરવાની રહેશે
જેથી નીચેની તારીખો જોય લેવી


■ IMPORTANT DOCUMENT COLLECTION

➨ જો તમે OBC , ST/SC કેટેગરીમાં આવતા હોય તો તમે તમારી જ્ઞાતીના જરુરી ડોક્યુમેન્ટ આજે જ કઢાવી લો . જે ACPC ફોર્મ ભરવામાં ઉપયોગી બનશે . 
[ જરુરી ડોક્યુમેન્ટ ]
• નોનક્રમિલિયર સર્ટીફિકેટ અને તમારા પિતાના આવકનો દાખલો
• આ ડોક્યુમેન્ટ તમે તાલુકા / જીલ્લા કચેરીમાંથી કઢાવી શકશો.
નોંધ : જો તમે આ ડોક્યુમેન્ટ નહી કઢાવો તો તમે OBC , SC/ST કેટેગરીમાં મળતા લાભ લઈ શકશો નહી.

■ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો

1. ફોર્મ તમારે કમ્યુટરમાં ભરવું નહી કે મોબાઈલમાં (ફોર્મ ભર્યા બાદની પ્રોસેસ મોબાઈલથી કરી શકો)
2. ફોર્મ ભરવામાં ઉતાવળ કરવી નહી અને ફોર્મમાં વિગતો તમારા ડોક્યુમેન્ટમાં નામ પ્રમાણે ભરવી.
3. ફોર્મ ભરતી વખતે જો કોઈ વિગત ભરવામાં ન સમજાય તો તમે જે તે સેન્ટર ઉપર નિયુક્ત કરાયેલ સુપરવાઈઝરની મદદ લેવી. પણ વિગતો ખોટી ન પુરવી
4. ફોર્મ ભરવામાં જો કોય ભુલ રહી ગઈ હશે તો ACPC નો સંપર્ક કરવો .
5. ફોર્મમાં તમારુ નામ ધોરણ 12 માં જે નામ રાખેલું હોય તેજ રાખવું
6. ફોર્મ ભર્યા બાદ તેને સબમીટ કરતા પહેલા ફરીથી એકવાર ચેક કરી લેવું.
7. ફોર્મ સબમીટ કર્યા બાદ તેની પ્રિન્ટ લઈ લેવી અથવા સુપરવાઈઝરને પ્રિન્ટનું કહેવું.


■ ACPC રેન્ક

➨ હવે ઉપરની પ્રોસેસ કર્યા પછી . જેટલા ACPC ડિગ્રી એન્જિનિયરીંગ માટે ફોર્મ ભરાયા છે અને વિદ્યાર્થીના મેરીટના આધારે ( ધોરણ 12 ના 60% + ગુજકેટના 40% ) તમને ACPC રેન્ક આપવામાં આવશે. તારીખ 30/05/2018 તમારો રેન્ક આવી જશે
➨ જે રેન્કની મદદથી તમારુ જે તે કોલેજમાં એડમિશન થશે.

■ સારી કોલેજની પસંદગી 

➨ જો તમારો રેન્ક 2000 ની અંદર હોય તો તમને ગુજરાતની સારામાં સારી કોલેજમાં એડમિશન મળી શકે છે.

➨ કોલેજની પસંદગી તમે આગળના વર્ષના કટ ઓફને આધારે તમે કરી શકો છે.

➨ તમે તમારા રેન્ક ની સરખામણી આગળના વર્ષના કટ ઓફ સાથે કરશો તો તમે કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે. તેનો અંદાજો લગાવી શકો છો. 

➨ કોલેજની પસંદગી કરી તમારે જે એન્જિનિયરીંગ બ્રાન્ચમાં એડમિશન લેવું હોય તેની પસંદગી કરી લો.

■ મોક રાઉન્ડ માટે કોલેજની પસંદ કરી તેને લોક કરવી

➨ તમારે જે કોલેજમાં એડમિશન લેવાનું હોય તે કોલેજની ક્રમમાં પસંદગી કરવી.અને અંતે પસંદગી લોક કરી લેવી.

➨ પ્રથમ રાઉન્ડ મોક રાઉન્ડ હશે. જેમાં તમને જે તે કોલેજમાં એડમિશન મળશે કે નહી તેની ખબર પડશે. 
➨ મોક રાઉન્ડ માંથી તમને કોલેજમાં એડમિશન નહી મળે. ફક્ત એ ખબર પડશે કે તમે પસંદ કરેલી કોલેજમાં તમને તમારા રેન્કને આધારે એડમિશન મળે છે કે નહી.
➨ મોક રાઉન્ડ માટે 01.06.2018 થી 05.06.2018 સુધીમાં કોલેજની પસંદજી કરવી.

■ મોક રાઉન્ડ બાદ પ્રથમ રાઉન્ડ

➨ મોક રાઉન્ડ બાદ પ્રથમ રાઉન્ડ માટે કોલેજની પસંદગી કરવી . જો તમે મોક રાઉન્ડ માં પસંદ કરેલી કોલેજ તમને મળી હોય તો તમે ફક્ત પસંદ કરેલી કોલેજને લોક કરી દો. અને જો કોલેજ બદલવી હોય તો ફેરફાર કરી લોક કરો દો
➨ 08.06.2018 થી 16.06.2018 સુધી માં કોલેજ પસંદ કરી લોક કરી લેવી.

■ હવે પછીની આગળની પ્રોસેસની માહીતી તમને આવતા ત્રીજા ભાગમાં જણાવવામાં આવશે . જેથી આ વેબસાઈટ જોતા રહેવું.
Previous Post Next Post