ઘનના પ્રકાર
• ઘનનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે.1. સ્ફટીકમય
2. અસ્ફટીકમય
સ્ફટીકમય ઘન પદાર્થો
• સ્ફટીકમય ઘન પદાર્થોમાં રહેલા કણો (અણું, પરમાણું , કે આયન ) એક ક્રમિક પુનરાવર્તિત ભાતમાં ગોફવાયેલા હોય છે.
• સ્ફટિકમય પદાર્થોને ચોક્કસ ભૌમિતિક આકાર તેમજ સમતલીય ફલક અને ધારારો આવેલી હોય છે.
• આવા ઘનને ચોક્કસ ગલનબિંદુ હોય છે.
• આવા ઘનને સાચા ઘન તરીકે ગણવામાં આવે છે.
• કણોની વ્યવસ્થિત ગોઠવણીને લીધે જુદા જુદા ભૌતિક ગુણધર્મો જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે.
• તેઓ ચોક્કસ તિરાડ દર્શાવે છે.
• નવા મળેલા ભાગોની સપાટી પણ સાદી અને પોચી હોય છે.
• તેઓ સામાન્ય રીતે અસમાન હોય છે.
• ઉદા. હિરો, ક્વાર્ટઝ,NaX, CaF2,ZnS વગેરે
અસ્ફટીકમય પદાર્થો
• અસ્ફટીકમય ઘન પદાર્થોમાં રહેલા ઘટકકણો નિયમિતપણે ગોઠવાયેલા હોતા નથી. અર્થાત ઘટક કણો યાદચ્છિક રીતે ગોઠવાયેલા હોવાથી નિશ્ચિત ભાત ધરાવતા નથી
• આવા પદાર્થ ચોક્કસ ગલનબિંદુ ધરાવતા નથી
• આવા પદાર્થ આભાસી ઘન કહેવાય છે.
• આવા પદાર્થો અનિયમિત ગોઠવણીના કારણો બધીજ દિશાઓમાં સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે.
• આવા પદાર્થ સ્પષ્ટ ચિરાડ ધરાવતા નથી
• ઉદા : રબર, પ્લાસ્ટિક, ગ્લાસ, વગેરે