1. અનુંચુંબકીય પદાર્થો
• અનુંચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે છે
• અનુંચુંબકત્વ અયુગ્મિત ઈલેક્ટ્રોનને લીધે હોય છે.
• ઉદા : Cu+2, Fe+3, Cr+3, O2 વગેરે
• સક્રાંતિ ધાતુઓ જેવી કે Cr, Mn, Ni, Co, Fe ધાતુના ઓક્સાઈડ જેવા કે CuO, VO2 વગેરે
2. પ્રતિચુંબકીય પદાર્થો
• પ્રતિચુંબીય પદાર્થો ચુંબકીયક્ષેત્રની હાજરીમાં અપાકર્ષળ અનુભવે છે.
• આવા પદાર્થોમાં કોઈ અયુગ્મિત ઈલેક્ટ્રોન આવેલા હોતા નથી.
• બધાજ ઈલેક્ટ્રોન યુગ્મિત સ્વરુપે હોય છે.
• ઉદા : NaCl, Zn, Cd, Cu+, TiO2 વગેરે પ્રતિચુંબકીય પદાર્થો વિદ્યુત અવાહક હોય છે.
3. ફેરોમેગ્નેટીક પદાર્થો(લોહચુંબકીય)
• બાહ્યચુંબકીયક્ષેત્રની હાજરીમાં પ્રબળ આકર્ષળ બળ ધરાવે છે. તથા અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવે છે.
• ચુંબકીયક્ષેત્રની ગેરહાજરીમાં પણ ચુંબકત્વ ધરાવે છે. તથા કાયમી ચુંબક તરીકેનો ગુણધર્મ પણ ધરાવે છે.
• આવા પદાર્થોમાં ચુંબકીય દ્વિ-ધ્રુવોની ચાકમાત્રા બધીજ એક જ દિશામાં ગોઠવાયેલી હોય છે.
• ક્યુરી તાપમાને ફેરોમેગ્નેટીઝમ ગુણનું અસ્તિત્વ ટકે છે.
• ઉદા : Fe, Co, Ni, CrO2 વગેરે
4.એન્ટિફેરોમેગ્નેટીક (પ્રતિલોહચુંબકીય)
• આવા પદાર્થમા ડોમેઈનની રચના ફેરોમેગ્નેટીક પદાર્થોની જેમ જ હોય છે. પરંતું તેમની ડોમેઈન એકબીજાથી વિરુદ્ધ રીતે અભિવિન્યાસિત છે.
• તેથી એકબીજાની ચુંબકીય ચાકમાત્રાને રદ કરે છે. અર્થાત એકંદરં ચુંબકીય ચાકમાત્રા શુન્ય બને છે.
• આવા પદાર્થમાં ચુંબકીય ચાકમાત્રા સમાંતરે તથા અસમાંતરે સમાન રીતે ગોઠવાયેલા હોવાથી પ્રતિલોહચુંબકીય ગુણધર્મ ધરાવે છે.
• ઉદા : Mn, MnO2,Fe2O3
5. ફેરીમેગનેટીક પદાર્થો
• આવા પદાર્થોમાં ચુંબકીય ચાકમાત્રા એકબીજાને સમાંતરે અને બિનસમાંતરે ગોફવાયેલી હોય છે.પણ તે અસમાન સંખ્યામાં હોય છે.
• જેના લીધે થોડા પ્રમાણમાં ચુંબકીય ચાકમાત્રા જોવા મળે છે.
• જે બાહ્યચુંબકીયક્ષેત્રની હાજરીમાં નિર્બળપણે આકર્ષાય છે.
• ચોક્કસ તાપમાને લોહચુંબકીય ,પ્રતિચુંબકીય અને ફેરીમેગ્નેટીક ઘન અનુંચુંબકીયમાં પરીવર્તન થાય છે.
• ઉદા : Fe3O4, ફેરાઈટ(MgFe2O4), ZnFe2O4 વગેરે