નમસ્કાર મિત્રો , આજે આપણે અકાર્બનિક સંયોજનોનું સંકરણ કઈ રીતે નક્કી કરવું તેની જાણકારી મેળવીશું . નીચેના સુત્રની મદદથી તમે સંકરણ શોધી શકશો.
અકાર્બનિક સંયોજનોનું સંકરણ નક્કી કરવું.
H= ½(V+M-C+A)
જ્યાં
H= સંકરણ આંક
V= મધ્યસ્થી પરમાણુની સંયોજકતા કક્ષાના e ની સંખ્યા
M= મધ્યસ્થી પરમાણું સાથે જોડાયેલ એક સંયોજક આયનની સંખ્યા
c = સંયોજન પરનો ધનવીજભાર
A- સંયોજન પરનો ઋણ વીજભાર
જો H = | સંકરણ | આકાર |
2 | sp | રેખીય |
3 | sp² | ત્રિકોણ |
4 | sp³ | ચતુષ્ફલકીય |
5 | sp³d | ત્રિકોણીય દ્રી-પીરામીડલ |
6 | sp³d² | અષ્ટફલકીય |
7 | sp³d³ | પેન્ટાગોનલ દ્રી-પીરામીડલ |